ગીતા જ્ઞાન
પ્રસ્તાવના
શ્રી કૃષ્ણ સદા સહાયતે
આજ થી અંદાજે પાંચ હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં બન્ને પક્ષની વચ્ચે પોતાના સારથિ એવા ભગવાન શ્રી ક્રૃષ્ણ દ્વારા ધર્મ ની સ્થાપના માટે લડાયેલા ધર્મ યુધ્ધ પહેલા અર્જુનના મનમાં ચાલી રહેલા યુધ્ધને શાંત પાડવા ભગવાન શ્રી ક્રૃષ્ણ દ્વારા કહેવાયેલા શબ્દોને આપને ગીતા તરીકે ઓળખીએ છીએ.
આપણા ધર્મ્ ગ્રંથો માનો સૌથી મહાન ધર્મ ગ્રંથ એટ્લે શ્રીમદ ભાગ્વદ ગીતા.
ભગવાન શ્રી ક્રુષ્ણ એ કુરુક્ષેત્ર ની યુદ્ધ્ભુમી પર લાગણીશીલ અને વીચાર શૂન્ય બની ગયેલા અર્જુંન ને તેના મન માં ઉદ્ભવેલા સવાલો ના જવાબ રૂપી વાર્તાલાપ વીશ્વભર માટે જીવન જીવવા માટે બોધ પાઠ છે.
જીવન ના કોઇપણ પડાવ ઉપર, કોઇપણ પરિસ્થિતીમાં, કોઇપણ પ્રસંગે મુંજવતા કોઇપણ પ્રકાર ના પ્રશ્નો નું સચોટ માર્ગદર્શન ભગવાન શ્રી ક્રુશ્ણ એ આજ થી લગભગ 5000 વરસ પહેલા આપી દીધુ છે. આજે વીશ્વ ના અનેક દેશો એ આપણા આ ધર્મ ગ્રંથ ને આવનારી પેઢી, અને દેશ ના સર્વાંગી વીકાસ માટે અભ્યાસ ક્ર્મ મા પાઠ્ય્ પુસ્તક સ્વરૂપે ભણાવવા માં આવે છે. જેથી નાનપણ થી જ બાળકની વીચારસરણી અને બુધ્દ્દી ક્ષમતા મા વધારો કરી શકાય.
આપણો આ ધર્મ ગ્રંથ કુલ અઢાર અધ્યાય અને ૭૫૦ શ્લોકમાં વહેચેલો છે જેના દરેક શ્લોક ને જે અર્થ મા લખેલા છે એ જ અર્થ મા સમજવા ખુબ જ જરૂરી છે. નહિ તો જીવન જ્ઞાન હીસાબે માર્ગે ચઢ્વાને બદલે ગેરમાર્ગે દોરાય શકે છે.
અધ્યાય 1 – કુરુક્ષેત્ર ની યુધ્ધ ભુમી પર સૈન્ય નિરીક્ષણ
અધ્યાય 2 – ગીતા નો સાર
અધ્યાય 3 – કર્મયોગ
અધ્યાય 4 – દીવ્ય જ્ઞાન
અધ્યાય 5 –કર્મ યોગ – ક્રુષ્ન ભાવના યુક્ત કર્મ
અધ્યાય 6 – ધ્યાન યોગ
અધ્યાય 7 – પર્મેશ્વરનું જ્ઞાન
અધ્યાય 8 – ભગવત્પ્રાપ્તિ
અધ્યાય 9 – પરમ ગ્રુહ્ય જ્ઞાન
અધ્યાય 10 – પર્મેશ્વર નું ઐશ્વર્ય
અધ્યાય 11 – વિશ્વરૂપ દર્શન
અધ્યાય 12 – ભક્તિ યોગ
અધ્યાય 13 – પ્રક્રુતિ, પુરુષ અને ચેતના
અધ્યાય 14 – પ્રક્રુતીના ત્રણ ગૂણો
અધ્યાય 15 – પુરુષોત્તમ યોગ
અધ્યાય 16 – દૈવી તથા આસુરિ પ્રક્રુતી
અધ્યાય 17 – શ્રદ્ધા ના વિભાગો
અધ્યાય 18 – ઉપસંહાર
અધ્યાય 1 – કુરુક્ષેત્ર ની યુધ્ધ ભુમી પર સૈન્ય નિરીક્ષણ
સંપુર્ણ યુધ્ધ્નું ભૂમી નું નિરીક્ષણ કર્યા બાદ સર્વશ્રેષ્ઠ ધનુર્ધર અને સર્વશ્રેષ્ઠ યોદ્ધા અર્જુન કુરુક્ષેત્ર માં પોતાના વીપક્ષ માં જ્યારે પોતાના જ સ્નેહીજન, મીત્ર અને ગુરુ શ્રેષ્ઠને જીવ આપી દેવા અને જીવ લઇ લેવા તત્પર જુએ છે ત્યારે તે ભાવૂક બનિ જાય છે અને પોતાના હથીયાર નીચે મુકીને યુધ્ધ ના કરવાનો નિર્ણય કરી લે છે. આ સમયે તે અત્યંત લાગણીશીલ તથા લચાર બની પોતાની જાત ને ભગવાન શ્રી ક્રુષ્ણ ની શરણમાં સમર્પીત કરી પોતાના મનને કબુમાં લાવવા અને ખુદ ના માર્ગદર્શન માટે આજીજી કરે છે.
અધ્યાય 2 – ગીતા નો સાર
અર્જુન ભગવાન શ્રી ક્રુષ્ણનું શીષ્ય રૂપે શરણ સ્વિકારી તેના દ્વારા આપવામાં આવતા ભૌતિક શરીર અને આત્મા વચ્ચેનો તફાવતની વ્યાખ્યા સમજી તે બન્ને વચ્ચેનો ભેદ સમજવા તે શરૂઆતથી જ કટીબધ્ધ બને છે. ભગવાન તેને દેહાંતરની પ્રક્રીયા તેમજ પર્મેશ્વરની નીષ્કામ સેવા સ્વરૂપ સિધ્ધ વ્યક્તિઓ ના ગુણો થી પરિચિત કરાવે છે.
અધ્યાય 3 – કર્મયોગ
આ પ્રુથ્વી પર જન્મ લીધા બાદ દરેક મનુષ્ય એ કોઇ ના કોઇ કર્મ માં પ્રવ્રુત થવુ જ પડે છે અએ તે તેથી જ તે કર્મ તેને આ જગત સાથે બાંધી રાખે છે કે મુક્ત કરે છે. નીષ્કામ ભાવે ઇશ્વરની પ્રશન્નતા માટે કર્મ કરવાથી મનુષ્ય કર્મ ના બંધન માંથી છુટી પન શકે છે અને આત્મા તથા બ્રહ્મ વીશેનું દીવ્યજ્ઞાન મેળવી શકે છે.
અધ્યાય 4 – દીવ્ય જ્ઞાન
આત્મા ઇશ્વર તેમજ આ બન્ને સાથે જોડાયેલું દિવ્યજ્ઞાન શુધ્ધી તેમજ મોક્ષ આપે છે. આવુ જ્ઞાન મળવું એ પન કર્મયોગનું ફ્ળ છે. ભગવાન ગીતા નો પ્રાચિન ઇતિહાસ તેમજ ભૌતીક જગતમાં પોતાના અવતરણની મહત્તા અને ગુરુ ની આવશ્યકતા વિશે ઉપદેશ આપે છે.આજ થી અંદાજે પાંચ હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં બન્ને પક્ષની વચ્ચે પોતાના સારથિ એવા ભગવાન શ્રી ક્રૃષ્ણ દ્વારા ધર્મ ની સ્થાપના માટે લડાયેલા ધર્મ યુધ્ધ પહેલા અર્જુનના મનમાં ચાલી રહેલા યુધ્ધને શાંત પાડવા ભગવાન શ્રી ક્રૃષ્ણ દ્વારા કહેવાયેલા શબ્દોને આપને ગીતા તરીકે ઓળખીએ છીએ.
